35.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

વડોદરા: કરજણમાં જૂની અદાવતને લઈ ભાજપ યુવા મોરચાના પ્રમુખના ભાઇને બે શખ્સે માર માર્યો, શર્ટ પણ ફાડી નાખ્યો


એક મહિના પૂર્વે થયેલા ઝઘડાની અદાવત રાખીને કરજણના મીયાગામના બે ગોહિલ મિત્રોએ કરજણ ભાજપા યુવા મોરચાના ભાઇને માર માર્યો હતો. માહિતી મુજબ, આ બનાવ કરજણના જૂના બજારમાં આવેલા એક પાનના ગલ્લા પાસે બન્યો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલે કરજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મીડિયા અહેવાલ મુજબ, કરજણ ભાજપા યુવા મોરચાના પ્રમુખ પ્રણવ અટાલિયાના ભાઇ જયવીરસિંહ અટાલિયા હનુમાન ફળિયામાં પરિવાર સાથે રહે છે. ગુરુવારે બપોરે જયવીરસિંહ મિત્ર શિવમ ઠાકોરને મળવા માટે જૂના બજાર ગયો હતો. ત્યાં તેઓ એક પાનના ગલ્લા પાસે ઊભા હતા ત્યારે એક બાઇક પર મીયાગામના જયેન્દ્રસિંહ ગોહિલ તથા પૃથ્વીસિંહ ગોહિલ ત્યાં આવ્યા હતા. અને એક મહિના પૂર્વે થયેલા ઝઘડાની વાત કરી ગાળાગાળી કરી હતી. દરમિયાન જયવીરસિંહને મારવાનું શરૂ કરી તેનો શર્ટ ફાડી નાંખ્યો હતો. દરમિયાન શિવમ ઠાકોર અને અન્ય એક મિત્ર હર્ષ અરોરાએ જયવીરસિંહને છોડાવ્યો હતો.

મોટા ભાઈને પણ જાનથી મારવાની ધમકી આપી

જયેન્દ્રસિંહ અને પૃથ્વીસિંહે ધમકી આપી હતી કે, આજે તો તું બચી ગયો, પરંતુ હવે જો બીજે મળીશ તો તને જીવતો છોડીશું નહીં. આ સાથે જયવીરને તેમના મોટા ભાઈને મારવાની ધમકી પણ આપી હતી. મારપીટની આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયર થયો છે. આ મામલે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -