વિશ્વભરમાં માનવજાતિને સંકટમાં મૂકનારી કોરોના મહામારીના કેસોમાં છેલ્લા ઘણાં સમયથી ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ, હોળીનો તહેવાર આવતાની સાથે અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોરોના મહામારીએ માથું ઊચક્યું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. માહિતી મુજબ, શહેરમાં સપ્તાહ દરમિયાન 46 એક્ટિવ કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં કોરોનાના કુલ 49 એક્ટિવ કેસ છે.
વધુ કોરોનાના કેસ પશ્ચિમના પોશ વિસ્તારમાં
મીડિયા રિપોર્ટ મુજબ, શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસ પશ્ચિમના પોશ વિસ્તારમાં નોંધાયા છે. 49 એક્ટિવ કેસમાં 13 જેટલા વ્યક્તિની હિસ્ટ્રી વિદેશ અને રાજ્ય બહારથી આવેલા હોવાની મળી છે. જ્યારે શહેરમાં સૌથી વધુ કેસ થલતેજ, નવરંગપુરા, જોધપુર વોર્ડમાં નોંધાયા છે. આ સ્થિતિને જોતા એએમસીએ લોકોને તહેવારમાં સાવચેતી રાખવા અપીલ કરી છે. જે લોકોને શરદી, ખાંસી કે તાવ હોય તેમને માસ્ક વગર જાહેર સ્થળે ન જવા સૂચન કર્યું છે. સાથે મોટી સંખ્યામાં એકત્ર થતા લોકોને ખાસ કાળજી રાખવા અનુરોધ કર્યો છે.
ઝોન કોરોના કેસ
ઉત્તર ઝોન 01 કેસ
દક્ષિણ ઝોન 01 કેસ
પૂર્વ ઝોન 02 કેસ
પશ્ચિમ ઝોન 10 કેસ
મધ્ય ઝોન 04 કેસ
ઉત્તર-પશ્ચિમ ઝોન 16 કેસ
દક્ષિણ-પશ્ચિમ ઝોન 15 કેસ

