35.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ગજબ છે પાકિસ્તાનની ટેક્સ સિસ્ટમ…! 6થી 12 લાખ કમાનાર ભરે છે માત્ર 100 રૂપિયા ટેક્સ


જો કમાણી ઓછી અને ખર્ચ વધારે હોય તો પછી તે કોઈ પણ દેશ હોય એક કોઈ વ્યક્તિ, એક દિવસ કંગાળ જરૂર થઈ જાય છે. આવું જ કંઈક પાકિસ્તાન સાથે થયું છે અને દેશ હવે નાદારીની આરે ઉભો છે. છેલ્લા કેટલાક મહિનામાં સ્થિતિ ઝડપથી બગડી છે, મોંઘવારી તેની ટોચ પર છે. લોકોની આવક સતત ઘટી રહી છે. રોજબરોજની વસ્તુઓ માટે લોકોએ પોતાનો જીવ દાવ પર લગાવવો પડી રહ્યો છે.

વાસ્તવમાં, આવી સ્થિતિ માટે પાકિસ્તાન પોતે જ જવાબદાર છે, આજે પાકિસ્તાનના રાજકારણીઓ વિવિધ જગ્યાએ લોન માટે હાથ ફેલાવી રહ્યા છે, આખરે તેની શું જરૂર હતી? આ બધા વચ્ચે હવે પાકિસ્તાની જનતાનો ગુસ્સો પણ નેતાઓ સામે ફાટી નીકળવા લાગ્યો છે. કારણ કે જનતા બધું જ જાણે છે? પાકિસ્તાન હવે તેના કર્મોનું ફળ ભોગવી રહ્યું છે. આખરે, પાકિસ્તાન દેવાંમાં ડૂબી ગયું તો તેનું કારણ શું છે?

પાકિસ્તાનમાં કેટલો આવકવેરો ચૂકવવો પડે છે?

પાકિસ્તાનનું કડવું સત્ય એ છે કે દેશની આર્થિક સ્થિતિ કેટલાક દાયકાઓથી કથળી રહી હતી. પરંતુ તેની અવગણના કરવામાં આવી રહી હતી, જેણે હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. કોઈપણ દેશ ટેક્સમાંથી મહત્તમ કમાણી કરે છે, ભલે ટેક્સ વસૂલવાની વિશ્વમાં જૂદી-જૂદી રીતો હોય. પાકિસ્તાનમાં ટેક્સ સિસ્ટમ લાગુ છે. પરંતુ સરકારને ટેક્સમાંથી એટલી કમાણી નથી થતી કે તેનાથી દેશની આર્થિક સ્થિતિ સુધરી શકે.

પાકિસ્તાનમાં પગારદાર વર્ગ અને નોન-સેલેરી વર્ગને અલગ-અલગ ટેક્સ ચૂકવવો પડે છે. માહિતી અનુસાર, પાકિસ્તાનમાં કુલ 11 ટેક્સ સ્લેબ છે, જેમાં જનતા પાસેથી 2.5 ટકાથી 35 ટકા સુધી ટેક્સ વસૂલવાની જોગવાઈ છે. નોકરિયાત વર્ગ સિવાય, અન્ય લોકોની 6 લાખથી વધુની આવક પર 5% ટેક્સ વસૂલવામાં આવે છે.

પાકિસ્તાનમાં ખરાબ ટેક્સ સિસ્ટમ

નાણાકીય વર્ષ 2021 અનુસાર, પાકિસ્તાનમાં 6 લાખ રૂપિયા સુધીનો પગાર મેળવનાર વ્યક્તિને ટેક્સ સ્લેબની બહાર રાખવામાં આવ્યો છે. એટલે કે જે લોકોની સેલેરી 6 લાખથી ઓછી છે, તેમણે ટેક્સ ભરવાનો નથી. 6 લાખથી વધુ અને 12 લાખ સુધીનો વાર્ષિક પગાર ધરાવતા લોકોએ 2.5% અથવા 100 રૂપિયા ટેક્સ ચૂકવવો પડે છે. માત્ર 100 રૂપિયા ટેક્સ લેવા પાછળનો હેતુ લોકોને જાગૃત કરવાનો છે.

આ ઉપરાંત 12 લાખથી 24 લાખ સુધીની આવકવાળા પર 12.5 ટકા, 24 લાખથી 36 લાખ સુધીની આવક પર 20 ટકા, 36 લાખથી 60 લાખ સુધીની આવક પર 25 ટકા, 60 લાખથી 1.20 કરોડ સુધીની આવક પર 32.5 ટકા ટેક્સ લાગશે અને આનાથી વધુ આવક પર 35 ટકા ટેક્સની જોગવાઈ છે. અત્યારે અમેરિકી ડૉલર સામે પાકિસ્તાની રૂપિયાની કિંમત 263 રૂપિયા છે.

ફરીથી ફોડ્યો ટેક્સ બૉમ્બ 

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ 21 ફેબ્રુઆરીએ ફાઇનાન્સ બિલ પાસ કર્યું છે, જેમાં ટેક્સ રેવન્યુ વધારવાનો પ્રસ્તાવ છે. IMFએ પાકિસ્તાન સરકાર સમક્ષ ટેક્સ રેવન્યુ વધારવા માટે એક શરત મૂકી હતી. આ શરત પૂરી થવા પર પાકિસ્તાનને IMF પાસેથી 1.1 અબજ ડોલરની લોન મળવાની આશા વધી ગઈ છે.

પાકિસ્તાનમાં મોંઘવારી વધીને 35 ટકા થઈ ગઈ છે. દૂધ, બ્રેડ અને લોટ જેવી રોજીંદી ચીજવસ્તુઓના ભાવમાં વધુ વધારો થયો છે. પાકિસ્તાને જે ‘મિની બજેટ’ રજૂ કર્યું, એ પછી લક્ઝરી વસ્તુઓ પર સેલ્સ ટેક્સ 17 ટકાથી વધીને 25 ટકા થઈ જશે. જનરલ સેલ્સ ટેક્સ 17 થી વધારીને 18 ટકા કરવામાં આવ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -