36.8 C
Ahmedabad
Tuesday, March 3, 2026

મેઘાલય ચૂંટણી 2023: મમતાએ કહ્યું- “દિલ્હીવાળા તમારા મિત્ર ન હોઈ શકે, અમને જીતાડો, અમે તેમને હટાવીશું”


તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે મેઘાલયના તુરામાં ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. મમતાએ કહ્યું, દિલ્હીવાળા ક્યારેય તમારા મિત્ર ન હોઈ શકે. નજીકનો મિત્ર જ તમને કામ આવશે. જરૂર પડ્યે હું ચાલીને તમારી પાસે આવી શકું છું. એટલા માટે તમે અહીંથી તૃણમૂલ કોંગ્રેસને વિજયી બનાવો, અમે તેમને 2024માં દિલ્હીની ગાદી પરથી હટાવીશું. તેમણે કહ્યું, તમે બધાને તક આપીને જોઈ લીધા છે. આ વખતે તમે તૃણમૂલને તક આપીને જુઓ. બાકી બધા એક વાર, તૃણમૂલ વારંવાર. આ દિલ્હીવાળા કોણ થાય છે, જે તમને કહેશે કે તમારે શું ખાવું અને શું ન ખાવું. કઈ શાળામાં જવું અને કઈ શાળામાં ન જવું. મેઘાલયની સરકાર મેઘાલયની વ્યક્તિ જ ચલાવશે, ગુવાહાટી અથવા દિલ્હીની કોઈ વ્યક્તિ તેને નહીં ચલાવે.

મમતાએ કહ્યું, જો તમે તૃણમૂલને જીતાડશો તો તમને અહીં પણ એવી જ સુવિધાઓ મળશે જેવી બંગાળમાં મળી રહી છે. અમે તમને મદદ કરીશું. અનેક યોજનાઓ લાવીશું. અમારી પાસે દરેક વર્ગ માટે યોજના છે. બંગાળમાં લક્ષ્મી ભંડાર છે. અહીં પણ તમને લક્ષ્મી ભંડારનો લાભ મળશે. બંગાળમાં માતા-બહેનોને પૈસા મળે છે. મફત રાશન આપે છે. બંગાળમાં દીકરીઓને કન્યાશ્રી યોજનાનો લાભ મળે છે. સરકારી શાળાઓમાં શિક્ષણ મફત છે. બંગાળમાં શાંતિ છે. અમે બધા હળીમળીને રહીએ છીએ. અહીં પણ અમે શાંતિ લાવીશું.

મમતા બેનર્જીએ કહ્યું, અમે સમગ્ર ઉત્તર-પૂર્વ સાથે મિત્રતા કરીશું. બંગાળ ઉત્તરપૂર્વનું પ્રવેશદ્વાર છે. જો કોઈ અસુવિધા હશે, તો અમે તમારી પાસે આવીશું. અમે હંમેશા તમારી સાથે છીએ. કૂચ બિહારથી આપણે અહીં 20 મિનિટમાં પહોંચી જઈશું. જો જરૂર પડશે, તો અમે ચાલતા તમારી મદદે આવીશું. કોઈપણ રીતે ડરવાની જરૂર નથી. બોલ્ડ બનો અને તમારા નિર્ણયો લો. તૃણમૂલને વિજયી બનાવો. મેઘાલયને બદલવા માટે મત આપો.

મમતાએ કહ્યું, આપણે બધાએ એક થઈને લડવું પડશે. ગાંધીજીએ કહ્યું હતું, ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન. ઘરની બહાર નીકળો અને મતદાન કરો. દીકરીઓને મજબૂત કરવાની છે. મહિલા સશક્તિકરણ કરવાનું છે. આપણે ભાઈઓના હાથ મજબૂત કરવાના છે. બસ એક વાત યાદ રાખજો. આપણે બધાએ સાથે મળીને લડવાનું છે. અમારી પાસે ઘણી યોજનાઓ છે. જો અમે જીતીશું તો બંગાળથી એક ટીમ મોકલીને ઘણી યોજનાઓ અમલમાં મુકીશું.

મમતાએ કહ્યું, આ બધા ખોટા વાયદા કરી રહ્યા છે. ચૂંટણી પહેલા ઉજ્જવલા ગેસ અને ચૂંટણી પછી તે ગેસ ઉડી જાય છે. તેની કંઈ ખબર નથી પડતી. આટલું જ નહીં, તમે જે પૈસા બેંકોમાં રાખો છો તેનો કોઈ પત્તો નથી. ક્યારે ક્યાં ચાલ્યા જાય. તમે LIC કરાવ્યું હશે. તેનો પણ પત્તો નથી, એ ગમે ત્યારે છીનવાઈ શકે છે. તેઓ ED અને CBIનો ડર બતાવે છે. ગમે ત્યારે અમારો દરવાજો ખખડાવે છે. પણ અમે ડરતા નથી. ક્યારેક તેઓ NRC તો ક્યારેક CAA લાવે છે. તેમના પર વિશ્વાસ ન કરો. આપણે એક સુંદર અને સમૃદ્ધ મેઘાલય બનાવવાનું છે. આ માટે તૃણમૂલ કોંગ્રેસના હાથ મજબૂત કરો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -