23.8 C
Ahmedabad
Tuesday, March 3, 2026

અમારા પૂર્વજોના અપમાન પર તો નોર્થ બ્લોકના સાહેબ કશું નથી બોલતા”, પવન ખેરાના નિવેદન પર ગૃહમંત્રીએ કર્યો પલટવાર, તો કોંગ્રેસ નેતાએ આમ કર્યો કટાક્ષ


કોંગ્રેસ નેતા પવન ખેરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાના નામ પર કટાક્ષ કર્યા બાદ વિવાદ ઉભો થઈ ગયો છે. પવન ખેડા સામે ફરિયાદ નોંધાઈ છે તો બીજી તરફ ભાજપના નેતાઓએ પણ તેમના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. પવન ખેરાના નિવેદન પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “રાહુલ ગાંધી જ્યારથી કોંગ્રેસના નેતા બન્યા છે ત્યારથી કોંગ્રેસના નેતાઓનું સ્તર નીચે જઈ રહ્યું છે.” હવે આના પર પવન ખેરાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

અમિત શાહે પર આ રીતે કર્યો કટાક્ષ 

કોંગ્રેસના નેતા પવન ખેરાએ ગૃહમંત્રી અમિત શાહનું નામ લીધા વિના ટ્વીટ કર્યું છે કે જ્યારે દેશના પહેલા વડાપ્રધાન અને અમારા પૂર્વજોનું અપમાન તમે લોકો કરો છો, ત્યારે નોર્થ બ્લોકના એચએમવી કંઈ નથી બોલતા. અમે તો વડાપ્રધાનના પિતાનું અપમાન પણ નથી કર્યું, ન અમારા એવા સંસ્કાર છે.

જણાવી દઈએ કે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પવન ખેરાએ કહ્યું હતું કે “જ્યારે અટલ બિહારી વાજપેયી જેપીસીની રચના કરી શકતા હતા, તો નરેન્દ્ર ‘ગૌતમ દાસ’ મોદીને શું વાંધો છે.” આ પછી થોડી વાર તેઓ અટક્યા અને પોતાની આસપાસ બેઠેલા લોકોને પૂછ્યું, “નરેન્દ્ર ‘ગૌતમ દાસ’ છે કે નરેન્દ્ર ‘દામોદર દાસ’ છે?” આ સાથે તેમણે કહ્યું કે નામ દામોદર દાસ અને કામ ગૌતમ દાસનું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અંગે સવાલ કરવામાં આવતા પવન ખેરાએ ટ્વીટ કર્યું અને કહ્યું- હું ખરેખર ભ્રમિત થઈ ગયો કે તે દામોદર દાસ છે કે ગૌતમ દાસ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -