ભડીયાદ મુકામે આવેલા હઝરત શહીદ મહેમુદશા બુખારી દાદાનો ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાલ પંથકના ભડીયાદ ગામે આવેલા હઝરત રોશન ઝમીર શહીદ મહેમુદશા બુખારી દાદાનો ઉર્ષ શરીફ શાનોશૌકત સાથે સાનદાર રીતે ઉજવાયો હતો.
આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફ ઉપર સૌપ્રથમ નિશાન ધોળકા અને અમદાવાદના હિન્દુ વણકર સમાજના આગેવાનો દ્વારા તેમજ બીજુ નિશાન વડોદરાના મુસ્લીમ ધોબી સમાજના આગેવાનો દ્વારા દરગાહ શરીફ નજીક થી ઉંચા ગુંબજ ઉપર ફેંકીને નિશાન ચડાવવામાં આવ્યુ હતુ. તેજ રીતે દરગાહ શરીફ ઉપર સૌ પ્રથમ ગીલાફ (ચાદ૨) મુબારક અમદાવાદના વણીક મોદી કાપડીયા સમાજના આગેવાનો દ્વારા ચડાવવામાં આવી હતી.
આ પ્રસંગે ભાવનગર શહેર જીલ્લા સહીત સમગ્ર ગુજરાત ભર માંથી મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લીમ શ્રધ્ધાળુ લોકો ઉમટી પડયા હતા. અને દોમદાદા દોમબુખારી ના નારા લગાવ્યા હતા. આ પ્રસંગ કોમી એકતા ભાઇચારા અને એખલાસ ના દર્શન થયા હતા. ઉલ્લેખનીય છે કે આ ઉર્ષ પ્રસંગે હાજરી આપવા ભાવનગર થી ભડીયાદ પગપાળા મેદની પણ રવાના થઇ હતી. આ પ્રસંગે ભાવનગર શહેર જીલ્લા સહીત સમગ્ર ગુજરાત ભર માંથી મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લીમ શ્રધ્ધાળુ લોકો ઉમટી પડયા હતા. અને દોમદાદા દોમબુખારી ના નારા લગાવ્યા હતા.
આ પ્રસંગ કોમી એકતા ભાઇચારા અને એખલાસ ના દર્શન થયા હતા. ઉલ્લેખનીય છે કે આ ઉર્ષ પ્રસંગે હાજરી આપવા ભાવનગર થી ભડીયાદ પગપાળા મેદની પણ રવાના થઇ હતી.

