બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર દ્વારા લાલાવાડા ખાતે માં અર્બુદાના રજતજયંતિ મહોત્સવ અને ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 3 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી યોજાનાર ત્રિ- દિવસીય ધાર્મિક મહોત્સવમાં દસ લાખથી વધુ લોકો માં અર્બુદાના દર્શન અને મહા પ્રસાદનો લાભ લેશે તેવો અંદાજ છે. આ મહોત્સવના પ્રારંભે પાલનપુરના માર્ગો પર હાથી ઘોડા ડીજેના તાલે અને માતાજીના રથ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

વિશ્વકલ્યાણ, વિશ્વશાંતિ, અને સામાજિક ઉત્કર્ષના ઉમદા આશયથી યોજાઈ રહેલા મહોત્સવમાં આંજણા સમાજના ૪૦૦ થી વધુ ગામોના લોકો જોડાયા છે.

