37 C
Ahmedabad
Monday, April 20, 2026

દાહોદમાં ધિરધારના લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરનાર કીંગ ગણાતો વ્યાજખોર જેલના સળીયા પાછળ ઘકેલાયો


દાહોદ શહેરમાં ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં એક મોટાગજાના ઈસમને પોલીસે એક પીડીતની ફરીયાદને આધારે પોલીસે વ્યાજખોરને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. દાહોદ શહેરમાં રહેતાં આ વ્યાજખોરે શહેરમાં રહેતા એક પીડીતે આ ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમ પાસેથી અધધ ૩૬ ટકાના લેખે રૂા. ચોવીસ લાખ લીધા બાદ આ વ્યાજના નાણાં પુરેપુરા વ્યાજ સહિત અને મુડી સહિત પોતાનું ઘર વેચી દઈ આ વ્યાજખોરને ચુકવી દીંધાં બાદ પણ વ્યાજખોર દ્વારા એનકેન પ્રકારે પીડીતને હેરાન પરેશાન કરતાં અને પીડીત પાસેથી કોરા પાંચ ચેકો બેન્કમાં નાંખી ચેકો બાઉન્સ થઈ જતાં પીડીત સામે વ્યાજખોરે કોર્ટમાં ૧૩૮ મુજબ ફરિયાદ આપ્યાં બાદ પીડીતને ત્યારબાદ પણ હેરાન પરેશાન કરતાં આખરે હારી થાકેલા પીડીતે દાહોદ શહેર પોલીસના શરણે જઈ માથાભારે વ્યાજખોર વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવતાં પોલીસે આ માથાભારે અને દાહોદ શહેરમાં મોટા પાયે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં ઈસમને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

દાહોદ શહેરમાં ગોધરા રોડ ખાતે રહેતાં જયેશ રામગોપાલ અગ્રવાલ જેઓ વેપાર ધંધો કરે છે તેઓએ તારીખ ૧૫.૧૨.૨૦૧૭ના રોજ પોતાના ધંધા રોજગારમાં નાણાંકીય જરૂરીયાત હોઈ દાહોદ શહેરમાં ગોધરા રોડ ખાતે રહેતો જીતેન્દ્રસિંહ શમસેરસિંહ ઠાકોર પાસેથી પોતાના પાંચ કોરા ચેકો આપી રૂપીયા ચોવીસ લાખ ૩૬ ટકાના વ્યાજે મજબુરીવશ લીધાં હતાં. આ મુડીનું વ્યાજ દર મહિને ૭૨,૦૦૦ જીતેન્દ્રસિંહને આપતો રહેતો હતો. સને ૨૦૨૦માં કોરોનાકાળ દરમ્યાન જયેશભાઈનો વેપાર ધંધો ભાંગી પડતાં જયેશભાઈએ પોતાનું મકાન વેચી અલગ અલગ સમયે હપ્તા આપી કુલ રૂા. ૪૬,૬૨,૦૦૦ વ્યાજ સહિત જીતેન્દ્રસિંહને નાણાં ચુકવી દીધાં છતાંય જીતેન્દ્રસિંહ દ્વારા જયેશભાઈના તેની પાસે રહેલ કોરા ચેકો બેન્કમાં નાંખી દીધાં હતાં અને આ ચેકો બાઉન્સ થતાં જયેશભાઈ વિરૂધ્ધ જીતેન્દ્રસિંહે કોર્ટમાં ૧૩૮ મુજબ ફરીયાદ કરી વધારે નાણાં લેવા સારૂં જયેશભાઈને અવાર નવાર બેફામ ગાળો બોલી મારી નાંખવાની ધમકી આપતો રહેતો હતો. આવા વ્યાજખોરના ત્રાસથી વાજ આવેલ જયેશભાઈએ જીતેન્દ્રસિંહ શમસેરસિંહ ઠાકોર વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે તાત્કાલિક ધોરણે જીતેન્દ્રસિંહની અટકાયત કરી તેને જેલના સળીયા પાછળ ધકેલી દઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -