26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

બનાસકાંઠા: થરામા ભરવાડ સમાજનાં સમૂહ લગ્નોત્સવ યોજાયો..3001 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં


બનાસકાંઠા જિલ્લાના થરામાં ભરવાડ સમાજનાં સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 3100યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. સાથે જ ૩૦ જાન્યુઆરીથી ૫ ફેબ્રુઆરી દરમિયાન થરા સમૈયો (પંચામૃત મહોત્સવ)માં પુનઃપ્રાણપ્રતિષ્ઠાિ મહોત્સવ, યજ્ઞ, ભંડારા મહોત્સવ અને સમસ્ત ભરવાડ સમાજના સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરાયું છે. ૩૧ મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેરક હાજરી આપી પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપત્તિઓને આશીર્વાદ આપ્યા હતા. તેમજ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત ગ્વાલીનાથ ગુરુગાદીના ચરણે શીશ નમાવ્યું હતું.

સમસ્ત ગોપાલક- ભરવાડ સમાજ દ્વારા આયોજિત થરા સમૈયો (પંચામૃત મહોત્સવ)માં રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ ગુજરાતને ગ્રોથ એન્જીન બનાવવામાં અને ગુજરાતની કલામય સંસ્કૃતિના જતનમાં ભરવાડ સમાજનું બહુમૂલ્ય યોગદાન છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધર્મ , ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ સમા પંચામૃત મહોત્સવમાં ગુજરાતને આત્મ નિર્ભર થકી વિકસિત રાજ્ય બનાવવાનું આહવાન કરતા મુખ્યમંત્રી  સમક્ષ ગાંધીનગર ખાતે ગોપાલક – ભરવાડ સમાજનું શૈક્ષણીક સંકુલ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરતા કરી હતી..

મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, ભરવાડ સમાજના શૈક્ષણિક વિકાસ માટે સરકાર સમાજની સાથે રહેશે. દરેક સમાજના સાથ અને સહકારથી ભરવાડ સમાજ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આત્મનિર્ભર ગુજરાત સાથે વિકસીત ગુજરાત બનાવવા સૌને આહવાન કર્યું હતું.

તો બીજી તરફ વ્યાસપીઠ પરથી ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા લાખો ભાવિકોને ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતુ.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચાૈધરી, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મહોત્સવના યજમાન બેચરભાઇ ભરવાડ, ધારાસભ્ય અમૃતજી ઠાકોર ધારાસભ્ય માવજીભાઇ દેસાઈ અને લવીંગજી ઠાકોર, અગ્રણીઓ ગુમાનસિંહ ચાૈહાણ, અણદાભાઇ પટેલ, કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારરી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત અધિકારી-પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -