જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત..સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત
ગાંધીનગર જિલ્લાનાં દેહગામ તાલુકાના રખિયાલ ગામમાં 22 જાન્યુઆરી 20230ને રવિવારે સત્સંગ સમારોહ (મેળાવડો) નુ અયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે પરમ શ્રદ્ધેય સંત પૂજ્ય શ્રી રામજી બાપા ( ધોલવાણી) પધાર્યા હતા.. સાથો સાથ આત્માર્થી શ્રી પ્રકાશ પ્રભુજી પધાર્યા હતા.અને પધારેલા મુમુક્ષોને સંત વાણીનો લાભ આપ્યો હતો.
રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ……થાય નિવૃત્તિ જેહથી તેજ મોક્ષને પંથ
મારો આત્મા મમતાથી મુકાય સમતામાં ઠેરાય, પરમાત્મા થાય પ્રભુ એટલે માંગું છું.
(શ્રીમદ જેસંગબાપા)

પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે એમજ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઉગે છે, તેના વિના માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે.(પ. ક. વચનામૃત)

દર વર્ષે રખિયાલ ગામમા ચૌધરી સમાજ દ્વારા સમાજ અને ગામનાં વિકાસ માટે અનેવિધ ધાર્મિક તેમજ સામાજીક પ્રવુત્તિઓ કરવામા આવે છે.

સમગ્ર ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તે હેતુથી સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.ભજન સત્સંગ અને ભોજન પ્રસાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામા લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના વડીલો અને યુવકોએ ભારે જેહમત ઉઠાવી હતી.

