26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

અહો આશ્ચર્યમ્ : 93 વર્ષીય મૂનવોકર બઝ એલ્ડ્રિને 30 વર્ષ નાની મહિલા સાથે લગ્ન કર્યા, ચંદ્ર પર પગ મૂકનાર બીજા શખ્સ


મૂનવોકર બઝ એલ્ડ્રિને તેમના 93મા જન્મદિવસે તેમનાથી 30 વર્ષ નાની મહિલા સાથે લગ્ન કર્યા છે. વર્ષ 1969માં એપોલો 11 મિશનના ભાગરૂપે ચંદ્ર પર ચાલનારા ત્રણ અમેરિકન અવકાશયાત્રીઓમાંના એક મૂનવોકર બઝ એલ્ડ્રિન છે. શનિવારે, તેમણે ટ્વિટર પર પોસ્ટ કરી જણાવ્યું કે તેમણે કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં એક નાના સમારંભમાં લગ્ન કર્યા છે. આ પોસ્ટની સાથે તેમણે પત્ની ડો. એન્કા ફૉરે (ઉં.63) સાથેની તસવીરો પણ શેર કરી છે.

પૂર્વ અવકાશયાત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, મારા 93માં જન્મદિવસ પર મને લિવિંગ લેજેન્ડ્સ ઓફ એવિએશન દ્વારા પણ સન્માનિત કરવામાં આવશે. હું આ નિમિત્તે જાહેર કરું છું કે, ડૉ. એન્કા ફૉરે અને મેં લગ્ન કર્યાં છે.

આ પોસ્ટને 1.8 મિલિયનથી વધુ વખત જોવામાં આવી

જણાવી દઈએ કે, એલ્ડ્રિનની આ પોસ્ટને 22 હજારથી વધુ લાઈક્સ અને 1.8 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે. કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકોએ આ બંનેને અભિનંદન આપ્યા અને મજાક કરી કે તમારે તો ચંદ્ર પર હોવું જોઈએ. એક યુઝરે લખ્યું, તમને જન્મદિવસની શુભકામનાઓ અને તમારા લગ્ન માટે અભિનંદન. બીજાએ લખ્યું કે, વાહ! અભિનંદન કર્નલ એલ્ડ્રિન! જીવન 93થી શરૂ થાય છે! તમને શુભકામનાઓ!

એપોલો 11 મિશનના એકમાત્ર હયાત સભ્ય

આ પહેલા બઝ એલ્ડ્રિનના લગ્ન ત્રણ વખત તૂટી ચૂક્યા છે. એપોલો 11 મિશનના ત્રણ સભ્યોના ક્રૂમાં તે એકમાત્ર હયાત સભ્ય છે. નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની સપાટી પર પગ મૂકનારા પ્રથમ અવકાશયાત્રી હતા. એલ્ડ્રિન 19 મિનિટ પછી તેમની પાછળ ગયા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -