જમ્મુના નરવાલ વિસ્તારમાં શનિવારે સવારે બે બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં 6 લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આ બ્લાસ્ટમાં 6 લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. 26 જાન્યુઆરી પહેલા સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું હતું કે જમ્મુમાં ગમે ત્યારે મોટી ઘટના બની શકે છે. બીજી તરફ જમ્મુમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા ચાલી રહી છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થઈ શકે છે. ત્યારે આ મામલે ચિંતા પણ લોકોમાં છે.
ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
જમ્મુ ઝોન પોલીસે જણાવ્યું કે વિસ્ફોટમાં છ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ બાદ જમ્મુ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે બે વાહનોમાં વિસ્ફોટ થયાના અહેવાલ છે, જેમાં છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
બંને વિસ્ફોટોમાં સ્ટિકી બોમ્બનો ઉપયોગ
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને અન્ય પોલીસ કર્મચારીઓ સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સ્થળ પર છે અને વધુ તપાસ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, પહેલો બ્લાસ્ટ સવારે લગભગ 11 વાગ્યે ટ્રાન્સપોર્ટ નગરના વોર્ડ નંબર 7માં થયો હતો. બરાબર 15 થી 20 મિનિટ પછી, તે જ વિસ્તારમાં બીજો બ્લાસ્ટ થયો. બંને વિસ્ફોટોમાં સ્ટિકી બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
અત્યાર સુધીની તપાસમાં વધુ એક મહત્વની વાત સામે આવી છે. ટ્રાન્સપોર્ટ નગર નરવાલમાં બ્લાસ્ટને કારણે આતંકીઓ ડાંગરી પાર્ટ ટુ કરવા માંગતા હતા. વાસ્તવમાં, પહેલો બ્લાસ્ટ કરાયા બાદ બીજો બ્લાસ્ટ આતંકવાદીઓએ બ્લાસ્ટ જોવા આવેલા ભીડ અને સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે કર્યો હતો.

