26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

36મી નેશનલ ગેમ્સની મલખંભ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનાર વડોદરાના 10 વર્ષીય યુવા ખેલાડી શૌર્યજીત ખૈરેની પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરષ્કાર-2023 માટે પસંદગી.


શૌર્યજીત ખૈરે:- ગુજરાતનાં 10 વર્ષના શોર્યજીતની આખા દેશમાં ચર્ચા થઇ રહી છે. નેશનલ ગેમ્સ 2022માં 10 વર્ષના શોર્યજીત ખૈરે મલખમમાં ભાગ લીધો હતો. અગાઉ પીએમ મોદી દ્વારા પણ ટ્વિટ કરીને શાબાશી આપાઈ હતી. ગુજરાતમાંથી મલખમનો સૌથી નાનો ખેલાડી વડોદરાનો 10 વર્ષીય શૌર્યજીત હતો. જે પિતાનું સ્વપ્ન પુરૂ કરવા સ્વર્ગસ્થ પિતાની દસમાની વિધિ પતાવી નેશનલ ગેમ્સના બીજા રાઉન્ડમાં ભાગ લેવા રવાના થયો હતો અને પિતાના અવસાન બાદ પણ શૌર્યએ હિંમત ન હારીને એક પ્રેરણારૂપ પગલું ભર્યું હતું. 10 વર્ષનો શૌર્યજીત ગુજરાત માંથી મલખમનો સૌથી નાનો ખેલાડી છે.

પિતાનું નિધન: શોર્યના પિતા રણજીતસિંહનું હૃદયરોગના કારણે અવસાન થયું છે. શૌર્યજીતના પિતાનું અવસાન છતાં શૌર્યએ મલખમમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવી નેશનલ ગેમ્સના બીજા રાઉન્ડમાં ભાગ લીધો હતો. ત્યારે માતા સુનિતા ખૈરે શૌર્યને આશીર્વાદ સાથે રવાના કર્યો છે. ઘરમાં તણાવયુક્ત વાતવરણ હોવા છતાં પરિવારજનોએ શૌર્યને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

 શૌર્યએ નેશનલ ગેમ્સ માટે તૈયાર થયો ત્યારે શૌર્ય પણ ગળગળી હાલતમાં હતો, ઘરમાં ખૂબ જ તણાવયુક્ત વાતવરણમાં હોવા છતાં ઘરના લોકો એ શૌર્યને પ્રોત્સાહન આપવામાં બાકી ન રાખ્યું. પણ શૌર્યના પરિવારે જુસ્સો બતાવ્યો અને એની મોટી બહેને પણ નાના ભાઈનો સાથ આપી એને નેશનલ ગેમ્સમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટેના આશીર્વાદ આપ્યા.શૌર્યજીત ખૈરે જણાવ્યું હતું કે, મને ખૂબ ખુશી થાય છે કે મલખંભ ગેમમાં મારાથી પણ ખૂબ મોટા ખેલાડીઓ છતાં મેં તેઓને ચેલેન્જ કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

વડોદરાના 10 વર્ષીય યુવા ખેલાડી 36મી નેશનલ ગેમ્સ શૌર્યજીત ખૈરેની પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરષ્કાર-2023 મલખંભ ઇવેન્ટમાં પસંદગી કરવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -