શાળા આરોગ્ય– રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધું ૬ લાખ ૪૭ હજાર ૫૦૨ બાળકોનું સ્ક્રીનીંગ કરાયું ૮ મહિનામાં રાજ્યના ૮૮ લાખથી વધુ બાળકોનું સ્વાસ્થ્ય સ્ક્રીનીંગ કરવામાં આવ્યું સ્ક્રીનીંગ દરમિયાન ૩૧૯૫ બાળકોમાંમાં નિદાન થયેલ કિડની, હ્રદય,કેન્સર સહિતની બિમારીઓની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી.

કિડની, લીવર અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી ખર્ચાળ સર્જરી પણ આ યોજના અંતર્ગત સંપૂર્ણપણે નિ:શુલ્ક ઉપલ્ધ કરાઇ બાળકોને 4D ( બર્થ ડિફેક્ટ, ડેવપલમેન્ટલ ડીલે, ડીસીઝ અને ડેફીસીઅન્સી) માટે મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા ચકાસણી કરવામામં આવે છે.રાજ્યમાં ૧૦૦૦ જેટલી RBSK મોબાઇલ હેલ્થ ટીમ કાર્યરત શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં એપ્રિલ-૨૦૨૨ થી ૧૯ જાન્યુઆરી-૨૦૨૩માં સુધીમાં રાજ્યના ૮૮ લાખ ૪૯ હજાર ૮૦૯ બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ – સ્ક્રીનીંગ કરવામાં આવી છે.

શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવતા સ્ક્રીનીંગ પ્રક્રિયામાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધું ૬ લાખ ૪૭ હજાર ૫૦૨ બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.

