27 C
Ahmedabad
Saturday, April 18, 2026

ગુજરાતમાં શીત લહેરને લઈ જાહેર કરાઈ મહત્વપૂર્ણ એડવાઈઝરી


ગુજરાત રાજ્યમાં હાલમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. જેના કારણે લોકોને ભારે મુશ્કલીનો સામનો કરવો પડશે.બીજી તરફ હવામાન વિભાગે લોકોને હાશકારો થાય તેવા સમાચાર પણ આપ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે બે દિવસ પછી તાપમાન એકદમ સામાન્ય બની જશે અને લોકોને કડકડતી ઠંડીમાંથી રાહત મળશે. મહત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટશે. દિવસ દરમિયાન ઠંડીથી લોકોને રાહત મળશે.હાલ માં કોલ્ડવેવની કોઈ આગાહી કરાઈ નથી. રાજ્યમાં સૌથી વધુ ઠંડી પડનાર નલીયામાં આગામી બે દિવસમાં તાપમાન સામાન્ય થઈ જશે.

આરોગ્ય વિભાગે શિત લહેરને લઈને એડવાઈઝરી બહાર પાડી છે.જો ફરીથી કાતિલ ઠંડી શક્યતા વધુ હોવાને લઈને લોકોને સાવધાન કર્યા છે. ઠંડીને પગલે હાઈપોથરમિયા થવાની સંભાવના વધુ જણાય છે. જે માનવ જીવન માટે જોખમી બની શકે છે. શીત લહેર અને કાતિલ ઠંડીમાં ગરમ કપડાંનો ઉપયોગ કરવો જોઈએ. 

શિત લહેરને લઈને એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, એડવાઈઝરીમાં લોકોને કહેવામાં આવ્યું છે કે માથું, શરીર ઠંડીથી બચાવી રાખવું જરૂરી છે. વૃદ્ધ અને બીમાર ,અશક્ત લોકો માટે કાતિલ ઠંડી જોખમી બની શકે છે. સૂર્ય પ્રકાશમાં બેસવા અને નિયમિત ગરમ પાણીનો ઉપયોગ કરવા જણાવ્યું છે. શરીરને ઠંડીથી બચાવવા વેસેલીન અને કોપરેલ તેલ સહિતના પદાર્થનો ઉપયોગ પણ કરવો જોઈએ અને લોકોએ પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -