35.1 C
Ahmedabad
Monday, March 2, 2026

કબુતરબાજીના કેસમાં વધુ બે આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ


ગેરકાયદેસર રીતે યુએસ બોર્ડર ક્રોસ કરતી વખતે ડીંગુચાના પરિવારના મોતના એક વર્ષ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદના આધારે અમદાવાદ અને કલોલના બે એજન્ટોની ધરપકડ કરી છે. બન્ને છેલ્લા બે વર્ષથી કબૂતરબાજી કરતા હતા.

કલોલના ડિંગુંચાના એક જ પરિવારના ચાર સભ્યો બે વર્ષ પહેલા યુએસ બોર્ડર ક્રોસ કરતી વખતે મૃત્યુ પામ્યા હતા. જે બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે કબૂતરબાજીના વેપારમાં કૌભાંડનો પર્દાફાશ એક પછી એક થયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક વર્ષ બાદ કેસ કરી બંનેની ધરપકડ કરી હતી. આ મામલે અગાઉ બોબીની પણ ધરપક કરવામાં આવી હતી જેની પાસેથી અનેક ખોટા પાસોપોર્ટ પણ મળી આવ્યા હતા.

આ મામલે સંડોવાયેલા એક પછી એક આરોપીઓેને પણ પકડી પાડવામાં આવી રહ્યા છે. આ બે યુવકોએ કલોલ અને મહેસાણાના 11 લોકોને અલગ-અલગ દેશોમાં મોકલીને કેનેડા મોકલ્યા હતા. ત્યાંથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરાવતા હતા તે પ્રકારની વિગતો પણ પ્રાથમિક તપાસમાં સામે આવી છે. છેલ્લા 10 વર્ષથી કબૂતરબાજીમાં સંડાવાયેલા આ બન્ને યુવકો પાસેથી આ મામલે વધુ ખુલાઓ થઈ શકે છે. બંને આરોપીઓ ભાવેશ પટેલ અને યોગેશ પટેલ સાથે વધુ પૂછપરછ પણ કરવામાં આવી છે જો કે, જો કે બન્ને યુવકો બોર્ડર ક્રોસ કરાવવાના મામલે પૈસા પડાવતા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -