35.1 C
Ahmedabad
Monday, March 2, 2026

વ્યાજખોરોના ત્રાસને રોકવા ગૃહવિભાગ સક્રીય. ગૃહ રાજ્મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી


વ્યાજખોરોના ત્રાસને રોકવા માટે ગૃહવિભાગ સક્રીય બન્યું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.. જેમાં વ્યાજખોરો પર કઈ રીતે નિયંત્રણ લાવવું તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દરેક જિલ્લામાં વ્યાજખોરો સામે થયેલી ફરિયાદો, કેસ અને રજૂઆતો પર કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી. જે અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

વ્યાજખોરી રોકવા માટે ગૃહ રાજ્ય મંત્રી તમામ એસપી અને પોલીસ કમિશનરો સાથે બેઠક કરી હતી..જેમાં વધતા જતા વ્યાજખોરીના મામલે બનતા બનાવો તેમજ તેના કારણે થતી મુશ્કેલીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જો કે, આ ઉચ્ચસ્તરીય બેઠકની સાથે સાથે જિલ્લા અને શહેરી કક્ષાએ પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ હતી . આ મામલે વ્યાજખોરો સામે સકંજો પણ કસવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં વ્યાજખોરોના વધતા જતા જોખમને રોકવા માટે પોલીસ એલર્ટ મોડમાં કામ કરી રહી છે. તાજેતરમાં યોજાયેલા જિલ્લા કક્ષાના લોકદરબા અંતર્ગત જાગૃતિના કાર્યક્રમો બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજ્યના તમામ એસપી અને પોલીસ કમિશનરો સાથે વ્યાજખોરી મામલે સમીક્ષા કરી યોગ્ય પલગા લેવા જરૂરી સૂચનોઓ આપી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -