35.1 C
Ahmedabad
Monday, March 2, 2026

નસવાડી એસ.બી સોલંકી વિદ્યામંદિરનો 66મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.


નસવાડી ખાતે આવેલી એસ.બી.સોલંકી વિદ્યામંદિરનો 66 મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.નવા વર્ષમાં નવા સૂત્ર અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.નસવાડી તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબા ભારતસિંહજી સોલંકી વિદ્યામંદિરનો 66 મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓ દ્રારા લગભગ ૧૭ પ્રકારની કૃતિઓ રજુ કરવામાં આવી હતી.શાળાના વિદ્યાર્થીઓ દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામા આવ્યા હતા. જેનુ નામ થનગનાટ ૨૦૨૩ રાખવામાં આવ્યુ.જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક તેમજ સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રાષ્ટ્રીય કક્ષા સુધી સારો દેખાવ કર્યો હતો તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.આ શાળાની શરૂઆતમાં 25 બાળકો કાચા મકાનમાં શરૂ થઈ હતી.અંદાજિત 2500થી પણ વધારે બાળકો અભ્યાસ કરે છે.આ શાળામાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમનો અભ્યાસ કરી રહ્યા છે.આ શાળાના બાળકો છેક આંતરરાષ્ટ્રીય કક્ષાએ સુધી પોતાની પ્રતિભાવો પ્રસ્તાપીઠ કરી રહ્યા છે. શાળાની બાળાઓ દ્વારા અલગ અલગ નૃત્ય કરી શાળાનો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાંસદ ગીતાબેન રાઠવા,ધારાસભ્ય અભેસિંહ તડવી,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,જિલ્લા રમત વિકાસ અધિકારી.દિનેશભાઈડું.ભીલ,ઘનશ્યામસિંહજી.સી.સોલંકી.નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા,મહેન્દ્રભાઈ.સી.દેસાઇ.સુભાષભાઈ પંડ્યા.અન્ય મહેમાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -