માઉન્ટ આબુમાં માઇનસ 6 તાપમાનથી બરફ જામ્યો હતો. શહેલાણીઓ સહીત સ્થાનિકો ઠંડીમાં ઠુંઠવાયા હતાં.રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વાતાવરણમાં પલટો આવતાં નીચું તાપમાન જતા રાત્રીના સમયે માઇનસ 6 ડિગ્રીએ તાપમાન પોહચ્યું.જ્યારે માઉન્ટની સર્વોત્તમ ઊંચાઈની ચોંટી ગણાતા ગુરુષિખરમાં પણ તાપમાન ગગડતા બરફના પડો જમ્યા હતાં. જોકે શિયાળાની ફૂલગલાબી ઠંડીની મજા માણવા ગયેલા શહેલાણીઓ ઠંડીમાં ઠુંઠવાયા હતાંહિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જેમ જેમ શિયાળો જામતો જાય છે તેમ તેમ વાતાવરણમા પલટો આવી રહ્યો છે.શનિવાર રાત્રિએ જ્યાં તાપમાન માઇનસ 6 ડિગ્રી થતા સહેલાણીઓ મોડે સુધી હોટેલમાં ઘોધાઈ રહ્યા હતા.માઉન્ટ આબુમાં આવા નીચા તાપમાનમાં પણ નવા વર્ષની ઉજવણી માટે હજારો ની સંખ્યામાં સહેલાણીઓ પોહચ્યાં હતા અને અનેક રાજધાની સાંસ્કૃતિક પ્રોગ્રામ માણ્યા હતા.આવી કાતિલ ઠંડીમાં સહેલાણીઓ માટે દરેક હોટલો અને જાહેર સ્થળો ઉપર બોન ફાયરની સુવિધાઓ કરવામાં આવી હતી.

માયનસમાં પણ માઉન્ટમાં પાર્ક કરાયેલી ગાડીઓ ઉપર બરફની ચાદરો છવાઇ હતી.બાગબગીચાઓ પણ બરફની ચાદર ઓઢી હતી. ઝીરો તાપમાનમાં આવી હાલત છે તો ગુરિશિખરમાં જવું સહેલાણીઓ માટે અશક્ય બન્યું હતું. સવારની ઝાકળમાં બરફ જોવા માટે સહેલાણીઓ આતુર દેખાય હતા.

