બનાસકંઠાના કાંકરેજના ચાંગા ગામે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે અમૂર્તજી ઠાકોરનો ઋણ સ્વીકાર કાર્યક્રમમાં કોંગ્રેસની સ્થિતિ મામલે બળાપો કાઢી ભાજપની સ્ટ્રેટર્જીના વખાણ કર્યા છે.આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમમાં કાંકરેજ વિધાનસભા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

જોકે જાહેર સભાને સંબોધતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે નાની મોટી તમામ ચૂંટણીઓનુ તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત ,વિધાનસભા ટિકિટ એકને મળે જ્યારે માંગણીદાર અનેક. પણ તમે ભાજપની સ્ટ્રેટેજી જુવો એ આખી સરકાર બદલી નાંખે તોય કોઈના બોલી શકે,,મુખ્યમંત્રી બદલીનાંખે તોય કોઈ અવાજ ના ઉઠાવી શકે..ટિકેટો જેટલી કાપવી હોઈ એટલી કાપી નાંખે મંત્રીમંડળમાં ખુરશીઓ ગોઠવી હોઈ ચાલુમાં લઇલે તોય કોઈ કાંઈ ના બોલી શકે.

અને આપણે તો હજુ કાંઈ વધ્યું જ નથી.તોય રોજ સેના ભાગ પાડવાના રહી ગયા છે.એજ ખબર પડતી નથી.

