35.1 C
Ahmedabad
Monday, March 2, 2026

યાત્રાધામ વિરપુરમાં 2023ના પ્રથમ દિવસે વિશ્વ કલ્યાણ માટે મારુતિ મહાયજ્ઞ યોજાયો…


યાત્રાધામ વિરપુરમાં 2023ના પ્રથમ દિવસે વિશ્વ કલ્યાણ માટે મારુતિ મહાયજ્ઞ યોજાયો. સમગ્ર વિશ્વમાં ધીરેધીરે કોરોના મહામારી ફેલાઈ રહી છે.દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસો એ ફરી પાછું માથું ઊંચક્યું છે જેને લઈને રાજ્યમાં આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે.

કોરોનાની સંભવિત લહેર વધુ ન ફેલાઈ અને વિશ્વ સહિત દેશના લોકોનું આરોગ્ય અને સ્વાસ્થ્ય સારું રહે તે માટે 2023ના પ્રથમ દિવસે એટલે કે નવા વર્ષના પ્રારંભે સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં ગાયત્રી સેવા સમિતિ દ્વારા વીરપુરના રાણબાગ હનુમાનજીના મંદિરે અગિયાર કુંડી મારુતિ મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો.આ મારુતિ મહાયજ્ઞમાં બાહ્મણો દ્વારા વૈદિક શ્લોકો થકી આયુર્વેદ પ્રમાણે જડીબુટ્ટીઓની આહુતિ અપાય હતી.

જેને લઈને વાતાવરણ સ્વચ્છ બને અને કોરોના સહિત અનેક રોગોના જંતુઓ નાશ પામે તે મુજબનું આયોજન કરાયું હતું.સાથે સાથે 2023નું નવું વર્ષ વિશ્વમાં શાંતિ અને સુખમય નીવડે તે માટે વીરપુરના લોકોએ કષ્ટભંજન દેવ હનુમાનજીની હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યાં હતા અને વિશ્વકલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -