31 ફર્સ્ટને લઈને પોલીસ દ્વારા અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.. તો બીજી તરફ 31 ડિસેમ્બરને લઈને બુટલેગરો દ્વારા થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂ પાર્ટીને લઈને અવનવા કિમિયા શરુ કરવામાં આવ્યા છે ..ત્યારે ધાનેરા બસ સ્ટેન્ડમાં ઉભી રહેલી સરકારી વોલ્વો બસમાંથી 44 બોટલ દારૂનો જથ્થો ધાનેરા પોલીસે ઝડપી પાડ્યો હતો.જોકે કોઈ અજાણ્યા મુસાફરે થેલામાં પેક કરી મૂકેલી દારૂની બોટલ પણ પોલીસે ઝડપી પાડી હતી.. બસ ચાલક અને કંડકટર તપાસ કરે તે જ વખતે ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી બસની ડેકીમાં મૂકેલી દારૂની બોટલ જપ્ત કરી ..જોકે સમગ્ર મામલો એક દારૂની બોટલ ફૂટી જતા સામે આવ્યો હતો.. જો કે શહેરની મધ્યમાં આવેલા બસ ડેપોમાં ઉભી રહેલી બસમાં દારૂ કઈ રીતે પહોંચ્યો તેને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે .જોકે ધાનેરા પોલીસ દ્વારા સમગ્ર મામલે હાલ તો અજાણ્યા ઈસમ દ્વારા દારૂની હેરાફેરી મામલે તપાસ હાથ ધરી છે.

