29.2 C
Ahmedabad
Monday, March 2, 2026

SOU ખાતે પાર્કિંગમાં ચાર્જિંગ માટે મૂકેલી 20થી વધુ ઈ-રીક્ષાઓ બળીને ખાખ


નર્મદાના કેવડીયામાં આવેલા અને દુનિયાભરમાં જાણીતા સ્ટેચ્યું ઓફ યુનિટીમાં પ્રવાસીઓની અવરજવર માટે ઈ-કાર અને ઈ-રિક્ષાઓની સુવિધા તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. જોકે ઈ-રિક્ષાઓમાં અચાનક આગ લાગી જતા 25 થી વધુ ઈ-રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ છે

.મળતી માહિતી અનુસાર સોમવારે બપોરના સમયે ઈલેક્ટ્રીક રિક્ષાઓને કેવડીયા પાસે પાર્કિંગમાં ચાર્જિંગ કરવા માટે મૂકવામાં આવી હતી. જોકે એક ઈલેક્ટ્રીક રીક્ષામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જે બાદ ત્યાં રાખેલી અન્ય રિક્ષાઓમાં જોતજોતામાં આગ ફાટી નીકળી હતી. જેમાં 25 થી વધુ રિક્ષાઓ બળી ગઈ હતી. મહત્વનું છે ઈ-રિક્ષા ચાર્જિંગમાં મૂકી હતી તે સમયે આગ લાગી હતી. એક માહિતી અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ઈ-રિક્ષાની ગુણવત્તા સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -